January 24, 2016

Help topics

ટેસ્ટ આપવા માટે શું કરવું?
  • કોઇપણ ટેસ્ટ આપવા માટે હોમપેજ પર જઇ, જે-તે વિષય નીચે આપેલ બટન પર ક્લિક કરી તે ટેસ્ટ ખોલી શકાશે.
  • ટેસ્ટ ખોલ્યા બાદ તેમાં વિદ્યાર્થીએ પોતાની પ્રાથમિક વિગતો લખવાની રહેશે.
  • આટલુ કર્યા પછી ટેસ્ટ લોડ થશે, લોડીંગ દરમિયાન ‘Quiz is loading’ લખેલો મેસેજ ડીસ્પ્લે થશે (તમારા ઇન્ટરનેટની સ્પીડ મુજબ ક્વિઝ લોડ થવામાં થોડો સમય લાગી શકે છે).
  • ટેસ્ટ દરમિયાન તમારી સામે એક પેઇજમાં કુલ દસ પ્રશ્નો હશે જેના આપેલ ચારમાંથી કોઇપણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. દસ પ્રશ્નોના જવાબ આપ્યા બાદ Next Page બટન ક્લિક કરવાથી બીજા દસ પ્રશ્નો આવશે. આ રીતે એક પ્રશ્નપત્રમાં કુલ 50 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
  • આ પ્રશ્નોના બોર્ડની પરીક્ષા મુજબ કોઇ જ નેગેટીવ માર્કીંગ નથી.
  • કુલ 50 પ્રશ્નોના જવાબ આપવા માટેની સમય મર્યાદા 50 મિનિટ છે. જો વિદ્યાર્થી 50 મિનિટમાં ટેસ્ટ સબમીટ નહી કરે તો સિસ્ટમ દ્વારા તેને આપોઆપ સબમીટ કરવામાં આવશે.
  • ટેસ્ટ દરમિયાન પેઇજના ઉપરના ભાગ પર 1, 2, 3… એ રીતે 50 સુધી સંખ્યા લખેલ હશે. જે નંબરના પ્રશ્નનો જવાબ અપાઇ જશે તે નંબર પર લીલા કલરનું માર્કીંગ થઇ જશે. લીલા કલરના માર્કીંગ સિવાયના પ્રશ્નોના જવાબ આપવાના બાકી છે તેવું સમજવું અને તે નંબર પર ક્લિક કરવાથી સીધા જ જે-તે પ્રશ્ન પર જઇ શકાશે.
  • સમગ્ર ટેસ્ટ અપાઇ ગયા બાદ છેલ્લે પરિણામ જોઇ શકાશે જેમાં, હાલ સુધીના અન્ય વિદ્યાર્થીઓનો સરેરાશ (એવરેજ) સ્કોર તેમજ તમે પ્રાપ્ત કરેલ માર્ક્સ અને ટેસ્ટ આપવા માટે લીધેલ સમયની જાણકારી આપેલ હશે.
સ્કોલરશીપ કઇ રીતે આપવામાં આવશે?
  • સ્કોલરશીપ મેળવવા માટે એક જ વિદ્યાર્થીએ બધા જ વિષયોની ટેસ્ટ આપવી ફરજિયાત છે.
  • સ્કોલરશીપ માટે દરેક વિદ્યાર્થીના બધા વિષયના કુલ માર્ક્સને ધ્યાને લઇ મેરીટ બનાવવામા આવશે.
  • ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટેની આ ઓનલાઇન ટેસ્ટમાં ટોપ ત્રણ વિદ્યાર્થીઓને ધોરણ 11-12 સાયન્સ માટે સ્કોલરશીપ આપવામાં આવશે, જેમાં પ્રથમ નંબરને100%, દ્વિતીય નંબરને 50% તેમજ તૃતીય નંબર પર આવનાર વિદ્યાર્થીને 25% સ્કોલરશીપ આપવામાં આવશે.
  • આ સ્કોલરશીપ કેડમસ એજ્યુકેશન સિસ્ટમ અને RIJADEJA.com બન્નેના સંયુક્ત ઉપક્રમે આપવામાં આવશે.
  • આ સ્કોલરશીપનો ઉપયોગ ફક્ત કેડમસ સાયન્સ સ્કૂલ, જામનગર (ગુજરાતી માધ્યમ) ખાતે જ કરી શકાશે.
  • સ્કોલરશીપ માટેનો આખરી નિર્ણય કેડમસ સાયન્સ સ્કૂલનો રહેશે.
error: Sorry, content is protected.